હળવદ-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જોખમી બાઇક સ્ટંટ કરતા છ ઝડપાયા

- text


સોશ્યલ મીડિયામાં જોખમી વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી

મોરબી : મોરબી જિલ્લાના હળવદા અને વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા લવરમુછીયાના સોશીયલ મીડીયામાં વિડીયો વાયરલ થયેલ હોય જેથી તાત્કાલીક અસરથી જોખમી સ્ટંટ કરનાર છ લવરમુછીયાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ છ લવરમુછીયાને પકડીને પોલીસ કાયદાનું ભાન કરાવી હમેશ માટે બાઇક ઉપર સ્ટંટ કરવાની હરકતને ભુલાવી દીધી હતી.

- text

મોરબી જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં આઇ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલ વિડીયોમાં નેશનલ હાઇવે રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસપીએ સુચના આપી હતી. ત્યારે તાજેતરમાં હળવદ અને ર્વાકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોના વીડીયા સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જેની માહીતી મેળવી તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાને પગલે હળવદ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ વીડીયો અંગેની માહીતી મેળવવા અને જોખમી સ્ટંટ કરનાર ઇસમોને તાત્કાલીક પકડી પાડવા અંગેની કાર્યવાહી હાથ ધરતા ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં Raider-king-09 નામની આઇ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલ વીડીયોમાં મોટર સાયકલ ઉપર નેશનલ હાઇવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો જોવા મળતા હળવદ વિસ્તારમાંથી ૪ તથા વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ૨ એમ છ લવરમુછીયા અર્જુનભાઇ કાનજીભાઇ ગોયલ, ગોપાલભાઇ રાજુભાઇ પનારા, અર્જુનભાઇ બળદેવભાઇ સડલીયા, મહેશભાઇ ઘનશ્યામભાઇ ગેડાણી, સચીનભાઇ ભગવાનજીભાઇ જાદવને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text