જીરુંના ભાવમાં આગ ઝરતી તેજી, મણના ભાવ 10 હજાર કૂદાવ્યા

- text


ખેડૂતોએ જીરું વેચી નાખ્યા બાદ સટોડિયાઓ મેદાને, જામનગર હાપા યાર્ડના મણના 10,252 સૌથી હાઈએસ્ટ ભાવ

મોરબી : ઓણ સાલ માવઠાઓના માર વચ્ચે ખેડૂતોને જીરુંના 6000 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ મળ્યા બાદ હાલમાં ખેડૂતો પાસે માલ નથી તેવા સમયે સટોડિયાઓએ જીરુમાં ખેલ પાડી દેતા આજે રાજકોટ, જામનગર સહિતના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ મણ જીરુંના 10252 રૂપિયા ઓલટાઇમ હાઈ ભાવ બોલાયા હતા.

જીરાનાં પાકમાં માનવામાં ન આવે એટલી હદે તેજી આવતા ખેડૂત તેમજ વેપારી બંને ખુશખુશાલ છે. જો કે, આ તેજી કોને તારશે તે તો આવનાર સમય જ બતાવશે. ત્યારે એશિયાનાં સૌથી મોટા ઊંઝા ગંજબજારને જીરા માટે સૌથી મોટું માર્કેટ ગણવામાં આવે છે. મંગળવારે ઊંઝા ગંજબજારમાં 20 કિગ્રા (મણ) નાં કોમોડીટીનાં ભાવ રૂા. 10,400 ની ઉંચાઈએ હતા. હાલ ખેડૂતો બજારમાં જીરાની રોજ 10 થી 12 હજાર જેટલી બોરીઓ ઠલવી રહ્યા છે.

- text

આ વખતે જીરાની મોટા પ્રમાણમાં માંગને લઈ ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હાલ જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે. જીરાના ભાવમાં વધારો થતા ખેડૂતો અને વેપારીઓ ખુશ થઈ ગયા છે. જો કે હાલ જીરાની ખૂબ શોર્ટેજ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ આ પાછળનું કારણ કંઈક અલગ જ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ મોટાભાગનો એટલે કે 99% જીરાનો માલ 6000 થી 6300 હજારમાં વેચી નાખ્યો છે. પરંતુ હવે જીરા નો ભાવ ₹10,000 ઉપર બોલાવવા લાગ્યો છે.

આજે જામનગરના હાપા યાર્ડમા પ્રતિમણ જીરુંના 10,252 અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ મણ જીરુંના 10101 રૂપિયાનો ભાવ બોલાયો હતો. જો કે, હાલમાં ખેડૂતો પાસે જીરુનો સ્ટોક જ નથી એવા સમયે ભાવમાં આગઝરતી તેજી જીરુનો સ્ટોક કરનાર વેપારીઓ અને સંગ્રહખોરોને લાભ અપાવે તેમ હોવાનું મનાઇ રહ્યું છે.

- text