મોરબીમાં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનના સભ્યોએ સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી

- text


મોરબી : જ્યારે પણ કુદરતી આફતો આવી હોય કે માનવસર્જિત આફતો આવી હોય ત્યારે આપણને કોમી એકતાનું ઉદાહરણ જોવા મળતું હોય છે. ત્યારે મોરબીના દાવતે ઈસ્લામી કે શોબે GNFR (ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ દરિયાકાંઠા નજીકના વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમજ તેમના માટે પાણી તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નવલખી બંદરથી સ્થળાંતરિત કરેલા લોકોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેમની માટે ઉપયોગી કામો કરવામાં આવ્યા હતા. આવા સંકટ ભરેલા સમયમાં દાવતે ઈસ્લામી કે શોબે GNFR ( ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેશે તેમ જણાવ્યું હતું.

- text

- text