ખાખીની માનવતા મહેકી, વૃદ્ધાને હેમખેમ સલામત સ્થળે પહોંચાડ્યા

- text


વાવઝોડાની આફત વચ્ચે વાહન ન મળતા ચાલીને જતા વૃદ્ધાને માળીયા પોલીસની ટીમે વાહનમાં બેસાડી તેમના ઘરે પહોંચડાયા

મોરબી : મોરબી અને માળીયામાં વાવઝોડાની આફત વચ્ચે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે એક વૃદ્ધા વાહન ન મળતા ચાલીને જતા હોય ત્યારે પેટ્રોલીંગમાં રહેલી માળીયા પોલીસની ટીમે તેમની મદદ કરી પોલીસના મોબાઈલ વાહનમાં વૃદ્ધાને બેસાડીને તેમને હેમખેમ ઘરે પહોંચાડી ખાખીએ પોતાની ફરજ સાથે માનવતા મહેકાવી હતી.

માળીયા પોલીસની ટીમે વાવઝોડાની આફતને લઈને આજે માળીયાના ગામે ગામ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે માળીયા પોલીસને દૂર દૂર અંતરિયાળ માર્ગથી ભારે પવન વચ્ચે માંડ માંડ ચાલી શકતા એક વૃદ્ધા નજરે પડ્યા હતા. પોલીસે તેમને તુરંત જ માનવતા દાખવીને વાહનમાં બેસાડી દઈને ઘરે પહોંચાડવા નીકળ્યા હતા. રસ્તામાં પોલીસે વૃદ્ધાને પૂછ્યું તો જાણવા મળ્યું હતું કે, આ વૃદ્ધા ચાર રસ્તા વવાણીયા પાસે રહે છે અને કોઈ કામે અહીં આવ્યા હતા. પણ આજે વાવઝોડાની આફત હોય વાહન ન મળતા તેઓ ચાલીને જઈ રહ્યા હતા. પણ ભારે પવનમાં માંડ માંડ ચાલી શકતા આ વૃદ્ધાને જોઈને પોલીસે તેમને તોફાની પવનથી હાનિ ન પહોંચે તે માટે પોતાના વાહનમાં બેસાડી તેમના ઘર પાસે મૂકી આવ્યા હતા.

- text

- text