મોરબીમાં આરએસએસ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સતત સેવાકાર્ય

- text


મોરબી : બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સતત સેવા કાર્ય ચાલુ રાખવામાં આવ્યા છે. જેમાં મોરબી- માળિયા તાલુકાના સીમાવર્તી ગામ, ટંકારા તાલુકાના ગામમાં ફૂડ પેકેટ તથા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને યોગ્ય જગ્યાએ આશરો આપવાનું કામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા મોરબી લીલાપરની શાળામાં 210 લોકોને આશ્રય, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉમિયા આશ્રમ, શનાળા રોડ ખાતે રસોડું શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ કામગીરીની વિપુલભાઇ અઘારાએ મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંઘ કાર્યાલય ખાતે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમની ટીમે મુલાકાત લઈ સહયોગ આપવાની ખાતરી કરી હતી.

- text

- text