મોરબી જિલ્લામાં વાવાઝોડા સામે આરોગ્ય વિભાગ સજ્જ, દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ

- text


મોરબી : બિપરજોય વાવાઝોડા અન્વયે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયોજનો કરવામાં આવી રહ્યા છે. અગમચેતીના પગલે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી રાખી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ રાહત અને બચાવવાની કામગીરીમાં જોડાઈ ગયું છે. આકસ્મિક સંજોગો ઊભા થાય તો પૂરતી દવાનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ હોય તે જરૂરી છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

- text

મોરબીના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ જણાવ્યું હતું કે, જરૂરિયાતની તમામ દવાનો સ્ટોક આપણા જિલ્લામાં પૂરતો છે. મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેરની સરકારી હોસ્પિટલ તેમજ હળવદ સરકારી હોસ્પિટલ મળીને 8500 થી વધુ normal saline 0.9 % 500 ml ઇન્જેક્શન, 10,000 થી વધુ sodium chloride and destrose(DNS) ઇન્જેક્શન, 7000 થી વધુ ringer lactate ઇન્જેક્શન, 13,000 થી વધુ cefotaxime ઇન્જેક્શન, 15000થી વધુ gloves, 40 બોક્સથી વધુ ethilone 2.0, 60 બોક્સ થી વધુ ethilone 1, 12,000 થી વધુ daxamethasone ઇન્જેક્શન, 32000 થી વધુ syringe 2ml, 60000 થી વધુ syringe 5ml 27,000 થી વધુ syringe 10 ml સહિતની તમામ દવાઓ ઉપલબ્ધ છે.

- text