હળવદના શીરોઈ નજીક ઈકો- છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

- text


રીક્ષા ચાલકે ઈકોને પાછળથી ટક્કર મારતા સર્જાયો, અકસ્માતમાં એક ઈજા ગ્રસ્ત

હળવદ : આજે વહેલી સવારે હળવદના તાલુકાના શીરોઈ ગામ નજીક હાઇ-વે પર ઇકો કારને છકડો રીક્ષા ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલાનુ મોત નીપજ્યુ હતું જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શીરોઈ ગામ નજીક આજે સવારના 7.30 વાગ્યાની આસપાસ મોરબી તરફ જઈ રહેલ ઇકો કાર નંબર જીજે – 03 – EL – 0583 ને છકડો રીક્ષા ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેથી ઇકો કારમાં સવાર રતનબેન લવજીભાઈ ચાવડા ઉં.60, રહે રણજીતગઢ તા.હળવદને તેમજ અન્ય એક મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યા હતા. જોકે રતનબેનને વધુ સારવારની જરૂર હોય તેથી તેઓને મોરબી રીફર કરવામાં આવતા તેઓનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. જો કે આ અકસ્માત સર્જ્યા બાદ છકડો રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.

- text

- text