મોરબી હળવદ હાઇવે ઉપર ટ્રાફિકજામ

- text


માંડલ ગામથી હળવદ રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા

મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર આજે ટ્રાફિકજામ થયો છે. જેમાં માંડલ ગામથી હળવદ રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા છે. આથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.

મોરબી હળવદ રોડ ઉપર આજે વાહન વ્યવહાર ઉપર માઠી અસર પહોંચી હતી. માંડલ ગામથી હળવદ રોડ ઉપર ભયકર રીતે ટ્રાફિકજામ થયો છે. રોડની બન્ને બાજુએ વાહનોની કતારો લાગી છે. મોરબી અને હળવદ જતા અસંખ્ય લોકો અટવાયા હતા. વાહનો એકદમ કાચબા ગતિએ ચાલતા હોવાથી લોકો પણ અકળાયા હતા. લાંબા સમયથી ટ્રાફિકજામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે મોરબી હળવદ રોડ ઉપર અનેક વખત ટ્રાફિકજામ થતો હોય ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text