મોરબીના ખેડૂતોએ વિવિધ સાધન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરાશે

- text


આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહે છે

મોરબી : રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડુતોની સાથે મોરબી જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની આઇ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ પર તા.૫ જૂનના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડૂત દ્વારા ઓનલાઇન અરજીઓ કરી શકાશે.

- text

આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ ખેડૂત મિત્રોએ મોરબી ખેતીવાડી કચેરીએ મોકલવાના રહેશે. તેમ મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.

- text