મોરબીના ઉમિયા સર્કલે ફરકતો ફાટેલો રાષ્ટ્રધ્વજ

- text


રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હશે તો બદલવામાં આવશે : ચીફ ઓફિસર

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પર ફરકતો રાષ્ટ્રધ્વજ તૂટી ગયો હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠી છે, લોકોએ એવી રાવ કરી હતી કે, રાષ્ટ્રધ્વજ તૂટી જવાથી તેની ગરીમાનું ખંડન થયું છે. આ અંગે ચીફ ઓફિસરે કહ્યું હતું કે, યોગ્ય તપાસ કરીને રાષ્ટ્રધ્વજ તૂટી ગયો હશે તો બદલવામાં આવશે.

મોરબીના હૃદય સમાન ઉમિયા સર્કલ પર થોડા સમય પહેલા મોરબી નગરપાલિકા દ્વારા વિક્રમી ઉંચાઈએ વિશાળ રાષ્ટ્રધ્વજને કાયમી રીતે ફરકાવવામાં આવ્યો છે, ત્યારે હવે લોકોમાંથી એવી ફરિયાદ ઉઠી છે કે, ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્રધ્વજ તૂટી ગયો છે. તૂટેલી હાલતમાં જ રાષ્ટ્રધ્વજ ફરકતો હોય રાષ્ટ્રની ગરીમાંનું ખંડન થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે.

- text

આ અંગે ચીફ ઓફિસર ડી. સી. પરમારે યોગ્ય તપાસ કરીને ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્રધ્વજ તૂટી ગયો હશે તો એને ટુકસમયમાં બદલાવી દેવાશે તેઓ જવાબ આપ્યો હતો.

- text