મોરબીમાં વાતાવરણમાં પલટો ! ગરમી ગાયબ, તોફાની પવન સાથે ગાજવીજ

- text


હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદનો માહોલ : વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

મોરબી : હવામાન વિભાગ દ્વારા તા.28 અને 29 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ આજે સાંજે ચાર વાગ્યા બાદ મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, અચાનક ગરમી ગાયબ થવાની સાથે ઘટાટોપ વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તોફાની પવન સાથે ગાજવીજ શરૂ થતા આમરણ સહિતના પંથકમાં વરસાદના વાવડ મળી રહ્યા છે.

ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે સાંજના ચાર વાગ્યા બાદ મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક વાદળો છવાઈ જતા સાંજ ઢળ્યા જેવો માહોલ જામ્યો હતો, બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ તોફાની પવન સાથે ગાજવીજ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને આમરણ સહિતના પંથકમાં વરસાદ વરસી રહ્યાના સમાચાર સાંપડી રહ્યા છે.

- text

- text