સૌરાષ્ટ્ર ઓપન ચેસ સ્પર્ધામાં મોરબીના જૈનિલે મેળવ્યો બીજો ક્રમાંક

- text


મોરબી : મોરબીના દસ વર્ષના જૈનિલ રાજેશભાઈ પટેલ નામના બાળકે રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઓપન ચેસ સ્પર્ધામાં અંડર- 11માં બીજો નંબર મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ગત તારીખ 30 એપ્રિલ ને રવિવારના રોજ રાજકોટમાં એ.વી.પી.ટી. કોલેજમાં સૌરાષ્ટ્ર ઓપન ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા જૈનિલ રાજેશભાઈ પટેલે અંડર-11માં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેણે આ સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો હતો. મહત્વનું છે કે, જૈનિલ પટેલ ઘણી બધી ચેસ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યો છે અને અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે. તેના કોચ ઉમેશભાઈ શેઠ તેને છેલ્લા ઘણા સમયથી તાલીમ આપી રહ્યા છે. દસ વર્ષના જૈનિલ પટેલનો ઇન્ટરનેશનલ રેટિંગ પણ 1330 છે. ત્યારે આ સિદ્ધિ મેળવવા બદલ તેને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text