મનસુખભાઈએ ભારે કરી ! પત્ની સાથે બોલાચાલી થતા વીજ થાંભલે ચડી જતા મોત

- text


હળવદ : હળવદ શહેરમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ નારાજ થયેલ મનસુખભાઈ નામના યુવાન રેલવેની ઇલેક્ટ્રિક લાઈનના થાંભલે ચડી જતા વીજ શોક લાગવાથી નીચે પટકાતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ વાઘેલા ઉ.30નામના યુવાનને તેમના પત્ની સાથે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મનમાં લાગી આવતા નજીકમાંથી પસાર થતી રેલવે વીજ લાઇન ઉપર ચડી જતા વીજ શોક લાગતા તેઓ નીચે પટકાયા હતા. જેને પગલે ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

 

- text