રૂપિયા 2 હજાર કરોડના ખર્ચે આખા ગુજરાત ફરતે રિંગ રોડ બનશે 

- text


ગુજરાત સરકારને બે વર્ષમાં પરિક્રમા પથ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા 

મોરબી : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની ફરતે નવો રિંગ રોડ બનાવવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, ગુજરાત રાજ્યની બોર્ડરની ફરતે રોડ ડેવલોપ કરવા માટે 3,533 કિમીનો પ્રોજેક્ટમાં રાજ્યની સરહદો સાથેના રાષ્ટ્રીય અને આંતરરાજ્ય ધોરીમાર્ગો વચ્ચે ખૂટતા જોડાણોને પૂર્ણ કરશે. તેના માટે રૂ. 2,000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. સરકાર પરિક્રમા પથ પ્રોજેક્ટને લગભગ બે વર્ષમાં પૂર્ણ કરવા આશાવાદી છે.

ઐમ ગુજરાતના રિપોર્ટ મુજબ પરિક્રમા પથને ત્રણ કોરિડોરમાં વિભાજિત કરવામાં આવ્યો છે જેમાં પહેલો સ્ટેચ્યુ ઓફ યુનિટી-સાપુતારા લિંક રોડ સાથે પૂર્વીય બેલ્ટ રોડને જોડશે. બીજો દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાથી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી વિસ્તરશે. ત્રીજું કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદે ચાલશે અને રાજ્યના ઉત્તર ગુજરાત પરિઘને આવરી લેશે.સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રસ્તાના 50% વિસ્તારો (રાષ્ટ્રીય, રાજ્ય અને નાના) પહેલેથી જ અસ્તિત્વમાં છે અને બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અપેક્ષા રાખીએ છીએ. એકવાર પૂર્ણ થયા પછી, તે માત્ર પ્રવાસનને વેગ આપશે નહીં, પરંતુ બંદરો સાથે કનેક્ટિવિટી પણ વધશે અને રાજ્યને વધુ વિકાસ તરફ દોરી જશે.

- text

ભવિષ્યની મુસાફરીની માંગ અને હાલના કોરિડોર પરના રેફિક વોલ્યુમને ધ્યાનમાં રાખીને અપગ્રેડ કરવામાં આવશે. પરિક્રમા પથનું આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું છે. અહીં અત્યારના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગોનો ઉપયોગ કરીને તથા વધારાના રસ્તાઓ અને પુલોનું નિર્માણ કરીને, મોટો વિશાળ રીંગ રોડ બનાવવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિક્રમા પથ કનેક્ટિવિટી અને સુલભતાને વધારવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે. તે રાજ્યના 33 જિલ્લાના 79% અને તેના 252 તાલુકાઓમાંથી 43% સુધી પહોંચશે.

- text