હળવદ તાલુકાના 11 ગામોને કેનાલનો લાભ આપવા સર્વેને મંજૂરી 

- text


સુંદરી ભવાની નજીક સંપ બનાવી બ્રાહ્મણી ડેમમાંથી પિયતનું પાણી આપવા યોજના 

હળવદ : હળવદ તાલુકાના મોટાભાગના ગામોને નર્મદા યોજનામાંથી સિંચાઈનો લાભ મળી રહ્યો છે ત્યારે બ્રાહ્મણી -1 ડેમ પાસે સુંદરી ભવાની નજીક સંપ બનાવી 11 ગામોને સિંચાઈ માટે પાણી આપવાની યોજનાના સર્વે માટે સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ નજીક બ્રાહ્મણી ડેમ પાસે સંપ બનાવી શિવપુર,ચુપણી, રણછોડગઢ, માથક, રાતાભે, ડુંગરપુર, માણેકવાડા, વાંકિયા, ખેતરડી,રાયધ્રા અને સમલી ગામના કમાન્ડ વિસ્તારને પાણી આપવા માટે સિંચાઈ યોજના માટે સર્વે કરવા સૌદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text

- text