જાંબુડિયા નજીક સીરામીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ કલ્યાણ ગ્લેઝ ટાઇલ્સ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા વિવેકભાઇ ઉર્ફે વિકી રાજુભાઇ નાવડે, ઉ.18, રહે. મહૂર તા. પાન્સેમલ જી. બડવાણી, મધ્યપ્રદેશ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમા રૂમ અંદરથી બંધ કરી દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text