હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

- text


હળવદ : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં આજે જાણે ચોમાસુ હોય તેમ વરસાદ વરસ્યો છે. સમી સાંજે આવેલા આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજ્યભરમાં ગઈકાલથી તાપમાનનો પારો થોડો નીચો પટકાયો છે.આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. તેવામાં આજે હળવદ પંથકના સરંભડા, સુંદરી ભવાની , માથક, રણછોડગઢ અને ચરાડવા સહીતના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં ચિંતા ફરી વળી હતી.

- text

- text