મોરબીમાં બાઈક ચોર ઝડપાતા ત્રણ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબી શહેરમાં બાઈક ચોર છાસવારે કળા કરી રહ્યો છે ત્યારે ગઈકાલે બાઈક ચોર ઝડપાયા બાદ અલગ અલગ ત્રણ કિસ્સામાં બાઈક ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં શકત શનાળા ગમે રહેતા મનીષભાઈ રમેશભાઈ સુવારીયાએ પોતાનું 25 હજારની કિંમતનું બાઈક લાતીપ્લોટમાંથી 1 એપ્રિલે ચોરાઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગ્રીનચોક પાસે ભોઈવાડામા રહેતા ધર્મેશભાઈ મોહનભાઇ સરવૈયાએ પણ તા.1 માર્ચના રોજ ઘર પાસેથી 15 હજારની કિંમતનું બાઈક ચોરાયું હોવાનું તેમજ બોની પાર્કમાં રહેતા મેહુલભાઈ કનૈયાલાલ ગ્વાલાણીએ ત્રિકોણબાગ નજીકથી 20 હજારની કિંમતનું બાઈક ચોરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

- text