હળવદના ચરાડવાનો સુરેશ પોલીસને જોઈ દારૂની બોટલ અને બાઈક મૂકી નાસી ગયો

- text


સુંદરીભવાની નજીક કેનાલ કાંઠેથી પોલીસે 29 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપર વિદેશી દારૂની 30 બોટલ લઈને નીકળેલો સુરેશ પોલીસને જોઈ જતા કેનાલ કાંઠે બાઈક અને દારૂનો જથ્થો રેઢો મૂકી નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં પીઆઇ એમ.વી.પટેલની સૂચના અન્વયે એએસઆઈ રવિરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હરવિજયસિંહ ઝાલા, પંકજભાઈ પીપળીયા, મનોજભાઇ પટેલ અને રણજીતસિંહ રાઠોડ પેટ્રોલિંગમાં હતા ત્યારે સુંદરીભવાની નજીક પહોચતા બાઈક લઈને નીકળેલો ચરાડવા ગામના વાડી વિસ્તારના રહેતો સુરેશ ભાવસિંગભાઈ વાસણે ઉ.19 નામનો યુવાન પોલીસને જોઈ રૂ.20 હજારની કિંમતનું બાઈક અને રૂ.9000ની કિંમતની ગોવા વ્હીસ્કીની 30 બોટલ રેઢી મૂકી નાસી જતા પોલીસે 29 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સુરેશ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text