મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા

- text


મોરબી ગ્રામ્યમાં 9 કેસ, મોરબી શહેરમાં 9 કેસ, વાંકાનેર ગ્રામ્યમાં 3, વાંકાનેર શહેરમાં 1કેસ , ટંકારા ગ્રામ્યમાં 5 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1071 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 29 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 9 કેસ, મોરબી શહેરમાં 9 કેસ, વાંકાનેર ગ્રામ્યમાં 3, વાંકાનેર શહેરમાં 1કેસ , ટંકારા ગ્રામ્યમાં 5 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે હળવદ ગ્રામ્ય-શહેર, ટંકારા શહેર, માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

- text

આજે 18 દર્દીઓ રિકવર થયા છે એટલે એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિ 187એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

- text