મોરબી જિલ્લામાં પોપાબાઈનું રાજ બંધ : ખાણખનીજે બે દિવસમાં ત્રણ કરોડનો મુદામાલ સીઝ કર્યો

- text


જેપુર, કાંતિપુરની સીમમાંથી 13 ડમ્પર, બે હિટાચી કબ્જે કરાયા : હાઈવેના કોન્ટ્રાકટર દિલીપ બ્યુલ્ડકોનને સપ્લાય થતો માટીમોરમની ખનીજ ચોરી ખુલી

મોરબી : મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગમાં દબંગ અધિકારીની નિમણુંક થતા જ પોપાબાઈનું રાજ બંધ થયું છે, ખાણખનીજ વિભાગની ટીમે છેલ્લા બે દિવસમાં રેતી-માટી, મોરમ ચોરી કરવા બદલ જેપુર, કાંતિપુરની સીમમાંથી 13 ડમ્પર, બે હિટાચી કબ્જે કરી ત્રણેક કરોડનો મુદામાલ સીઝ કર્યો છે.

મોરબી ખાણ ખનિજ વિભાગના દબંગ ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર સાહેબની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર ગોપાલભાઇ ચંદારાણા, મિતેશભાઇ ગોજીયા અને સર્વેયર ગોપાલભાઇ સુવા દ્વારા તા.૧૮/૦૩/૨૦૨૩ ના શનિવાર ના રોજ ડમ્પર નંબર જીજે-૧૩-એડબ્લયુ-૪૭૮૪ ગેરકાયદેસર ફાયર કલે ખનિજના વહન સબબ મોરબી નજીકથી ઝડપી લેવાની સાથે ચરડવા ખાતેથી ડમ્પર નં:જીજે-૦૧-ડીઝેડ-૮૬૩૧ અને ડમ્પર નં:જીજે-૦૯-એયુ-૯૯૭૬ ગેરકાદેસર રાજસ્થાન માટીના વહન સબબ પકડવામાં આવેલ હતા.

આ ઉપરાંત શનિવાર સાંજના મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ઘોળદ્રોઈ નદીના પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરી એક હીટાચી મશીન ગેરકાયદેસર સાદી રેતી ખનિજના ખોદકામ પકડી પાડી તા.૧૯/૦૩/૨૦૨૩ના રવિવાર રજાના દિવસે પણ મોરબી જીલ્લાની ખાણ ખનિજ ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતીપુર ગામમાંથી ગેરકાદેસર માટી-મોરમ ખનિજના ખોદકામ સબબ એક હીટાચી મશીન અને ૧૦(દસ) ડમ્પરો પકડવામાં આવેલ હતા.

- text

ઉલ્લેખનીય છે કે, માટી/મોરમ ખનિજનુ ખોદકામ હાઇવે કોન્ટ્રાકટર દીલીપ બિલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા કરી નેશનલ હાઇવેના કામમાં ઉપયોગમાં લેતા હતા. મોરબી જીલ્લાની ખાણ ખનિજની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ તેર ડમ્પર અને ૨ હિટાચી મશીન સહિત ગેરકાદેસર ખનિજ ખોદકામ અને વહન સબબ પકડવામાં આવેલ અને અંદાજે ૩(ત્રણ ) કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ હતો. આમ, મોરબી જીલ્લામાં કાયમી, કડક, ઇમાનદાર અને દબંગ અધિકારી ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની નિમણુક થતા ખનિજ ચોરોમાં ભયના માહોલ સાથે ફફડાટ ફેલાયો છે.

- text