મોરબીમા વીસી ફાટકથી રોહિદાસ પરાનો મુખ્ય રોડ ખખડધજ

- text


સામાજિક કાર્યકરની તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવાની નગરપાલિકાને રજુઆત

મોરબી : મોરબીના વીસી ફાટકથી રોહિદાસ પરા વિસ્તારનો મુખ્ય રોડ લાંબા સમયથી ખખડધજ હોવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આથી આ વિસ્તારના સામાજિક કાર્યકરે તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવાની નગરપાલિકાને રજુઆત કરી છે.

મોરબીના રોહિદાસ પરા વિસ્તારના સામાજિક કાર્યકર દલસુખભાઈ મુળજીભાઈ ચૌહાણે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના રોહિદાસ પરામાં અનુસૂચિત જાતિની અંદાજીત દસ હજારની વસ્તી વસવાટ કરે છે.ત્યારે વીસી ફાટકથી રોહિદાસ પરા શેરી નંબર-6 સુધીનો મુખ્ય રોડ એકદમ ભંગાર હાલતમાં છે. આ રોહિદાસ પરા વિસ્તારનો મુખ્ય રોડ લાંબા સમયથી બિસમાર અને ઉબડ ખાબડ હોવાથી વાહન વ્યવહારમાં ભારે અસર થાય છે અને લોકોને અવરજવર કરવામાં અકસ્માતનું જોખમ રહે છે. ચોમાસાના આ રોડની હાલત નાજુક બની જાય છે તેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી લોકોની વર્ષોની હાલાકી દૂર કરવા આ રોડને તાકીદે નવો બનાવવા મંજુર કરી રોડનું કામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે.જો આ માગણી નહિ સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text