મોરબીમાં સાળાઓએ બનેવીના ઘર ઉપર સામુહિક હુમલો કરી તોડફોડ કરી

- text


વહેવાર ન હોય લગ્ન પ્રસંગમાં ન જતા સાળા ઉશ્કેરાઈ ગયા, વાહનોમાં પણ તોડફોડ

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં વહેવાર ન હોય લગ્ન પ્રસંગમાં ન ગયેલા બનેવી ઉપર ગુસ્સો રાખી સાળાઓએ સામુહિક હુમલો કરી ઘરમાં તેમજ વાહનોમાં તોડફોડ કરી બેન, બનેવી અને ભાણેજને માર મારતા કુલ 11 ઈસમો વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમા જમીન મકાનના ધંધાર્થી તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી તેમના સાળા જુમા કરીમ સેડાત, હાસમભાઇ દાઉદભાઇ મોવર, આદીલ કરીમભાઇ સેડાત, સિકંદરભાઇ કરીમભાઇ સેડાત રહે-માળીયા મીયાણા, સલીમભાઇ જુસબભાઇ કટીયા, નિજામભાઇ જુસબભાઇ કટીયા, ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા, મુસાભાઇ જુસબભાઇ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા રહે-મોરબી મચ્છી પીઠ નજીક મચ્છુ માના મંદીર પાસે, ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર અને મંજુરભાઇ અનવરભાઇ ખોડ રહે-મોરબી વીશીપરા વાળાઓએ તેમની સ્વીફ્ટ, સ્કોર્પિયો અને મોટર સાયકલ વાહનમાં તોડફોડ કરી ઘર ઉપર હુમલો કર્યો હતો.

- text

વધુમાં ફરિયાદી તાજમહમદભાઈના પત્ની રજીયાબેનને સાળાઓ સાથે બોલાચાલી થતા વવહેવાર ન હોવાથી તેમના સાસરી પક્ષમાં લગ્નપ્રસંગમા ન જતા સગા સાળાઓ અને માસીજીના દીકરાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આ હુમલો કરતા તેમને સમજાવવા જતા આરોપીઓએ તાજમહમદભાઈને તેમજ તેમના પત્ની રજીયાબેન અને દીકરા સાહિલને ઇજાઓ પહોંચાડતા તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ 11 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text