ડોન પાંજરે પુરાયા : ટ્રાવેલ્સ બસ આંતરી હુમલો કરનારા સાત ઝડપાયા 

- text


હળવદ પોલીસ અને મોરબી એલસીબી દ્વારા સંયુક્ત કામગીરી કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવાયુ 

હળવદ : હળવદ – મોરબી હાઇવે ઉપર ફિલ્મી ઢબે ટ્રાવેલ્સ બસને આંતરી હુમલા કરવાના ચકચારી કેસમાં હળવદ પોલીસ અને મોરબી એલસીબી દ્વારા સંયુક્ત કામગીરી કરી ડોન બનીને સીનસપાટા કરનાર સાત આરોપીઓને લોકઅપના દર્શન કરાવી કાયદાનું ભાન કરવામાં આવ્યું છે.

ગત શનિવારની રાત્રીના સમયે અમદાવાદથી મોરબીના પીપળી તરફ આવી રહેલી ટ્રાવેલ્સ બસ હળવદ તાલુકાના ચરાડવા ગામે ચા-પાણી પીવા ઉભી રહેતા હોટલ ઉપર મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરી રહેલા લુખ્ખાં તત્વોને ટપારતા આ માથાભારે ઈસમોએ ઝઘડો કર્યા બાદ ટ્રાવેલ્સ બસ ત્યાંથી રવાના થયા બાદ સ્વીફ્ટ કાર અને મોટરસાયકલમાં આવી ટ્રાવેલ્સ બસને મોરબી – હળવદ હાઇવે ઉપર આંતરી ફિલ્મી ઢબે હુમલો કરવાના બનાવમાં હળવદ પોલીસ અને મોરબી એલસીબી દ્વારા તત્કાલ કામગીરી કરી ડોન બનીને સીનસપાટા કરનાર સદામ ગુલમહંમદ ભટ્ટી, ઇમરાન ગગાભાઇ જામ રહે.ચરાડવા, યાસીન હારૂન જામ રહે.માળીયા, વિજય પરસોતમ સોલંકી રહે.ચરાડવા, વિજય વશરામ રહે.માંડલ, અલ્તાફ ફિરોજ ભટ્ટી અને જાવેદ નિઝામ ભટ્ટી રહે. ચરાડવા વાળાની ધરપકડ કરી હવાલાતની હવા ખવડાવી હતી.જો કે આ હુમલા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર પણ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

- text

- text