ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

- text


ટંકારા: ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં તારીખ 8 માર્ચના રોજ રચનાત્મક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ, સાયન્સના અન્ય પ્રોજેક્ટનું પ્રદર્શન, બાંધણી બનાવવી અને થ્રીડી પ્રિન્ટર દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવાનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંચાલક દીપેનભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉજવણીના પ્રસંગે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ કાલરીયા, ઉપપ્રમુખ પંચાણભાઈ ભૂત, હીરાભાઈ ફેફર, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, અન્ય ટ્રસ્ટીઓ, આચાર્યા અસ્મિતાબેન ગામી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યા બેન તથા વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

- text

- text