બે નયા પૈસાથી લઈ જર્મનીની ચલણી નોટ, મોરબીના યુવાન પાસે છે અનોખો ખજાનો 

- text


ચલણી નોટ, સિક્કા, સ્ટેમ્પ સહિતની વસ્તુઓના સંગ્રહ બદલ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા એવોર્ડથી સન્માન 

મોરબી : શોખ અનેરી વસ્તુ છે, આજના ટીવી, મોબાઈલના યુગમાં લોકોના શોખ આંગળીના ટેરવે સીમિત થયા છે ત્યારે મોરબીના સોની યુવાને દાદાનો શોખ વારસામાં મેળવી વિવિધ 125 દેશોની ચલણી નોટ, સ્ટેમ્પ પેપર તેમજ સિક્કાનું અનોખું કલેક્શન કરી અનેક એવોર્ડ સાથેનું સન્માન મેળવ્યું છે.

મોરબીના રૂપેશભાઈ રાણપરા, વ્યવસાયે સોનીકામ કરવાની સાથે તેઓએ પૈતૃક વારસામાં મળેલા એન્ટિક વસ્તુઓના ખજાનાને જાળવી રાખ્યો છે, મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રૂપેશભાઈ પાસે ભારતીય રજવાડાથી લઈ અંગ્રેજ શાસન અને વર્તમાન મોદીરાજના સિક્કાઓનું અને ચલણી નોટોનું અનોખું કલેક્શન મોજુદ છે, આ સાથે જ રૂપેશભાઈ પાસે વિશ્વના 125 દેશોના જુના પુરાણાથી લઇ અત્યાર સુધીના વિવિધ ચલણી નોટના કલેક્શન ઉપલબ્ધ છે, જેમાં ચીન, બર્મા, જર્મની, મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા સહિતના દેશોના ચલણો ઉપલબ્ધ છે.

રૂપેશભાઈ પાસે ચલણી નોટોની સાથે ભારત દેશના ગાયની છાપ વાળા એક આના, બે આના, પાંચ આનાથી લઈને રૂપિયા 10ના વિવિધ સિક્કાઓની સાથે આઝાદી પૂર્વેથી લઈ અત્યાર સુધીના સરકારના વિવિધ સ્ટેમ્પ પેપર અને અન્ય કલેક્શન પણ ઉપલબ્ધ છે, રૂપેશભાઈ પાસે રહેલો અખૂટ ખજાનો તેઓએ પોતાની પાસે રહેલા ખજાનામાંથી અન્યો સાથે આપ લે કરીને સમૃદ્ધ બનાવ્યો છે અને હજુ પણ તેઓ આવી એન્ટિક નોટો, ચલણી સિક્કાઓ મેળવી પોતાના ખજાનાને સમૃદ્ધ કરી રહ્યા છે.

- text

- text