હળવદના દિઘડિયા ગામના સેવાભાવી યુવાનો દ્વારા દ્રારકાધીશના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો

- text


હળવદ : હળવદના દિઘડિયા ગામના સેવાભાવી યુવાનો દ્વારા દ્રારકાધીશના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો હતો અને સેવાભાવી યુવાનોએ હાલ હોળી નિમિતે દ્રારકાધીશના પગપાળા દર્શને જતા પદયાત્રીઓની સેવા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

હોળી ધુળેટી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ દ્રારકાધીશના પગપાળા દર્શન કરવા જવા માટે પદયાત્રીઓનો ભારે ઘસારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો અનેક કષ્ટો વેઠીને પગપાળા દ્વારકાધીશના દર્શને પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે હળવદના દિઘડિયા ગામ નજીક દ્વારકાધીશના દર્શને પ્રયાણ કરતા પદયાત્રિકોની સેવા કરવા માટે ગામના સેવાભાવી યુવાનો દ્વારા હરતા ફરતા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેવભાવીઓ દ્વારા પદયાત્રિકોને જરૂરું તમામ રીતે મદદરૂપ થઈને સેવા કરવામાં આવી રહી છે.

- text

- text