તુ મારી શુ ખોટી વાતો કરશ ? મોરબીના એડવોકેટને મહિલાએ વિખોડીયા ભર્યા 

- text


મંગલભુવન ચોક નજીક એડવોકેટને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ 

મોરબી : મોરબી શહેરના મંગલભુવન ચોક નજીક મોબાઈલની દુકાન પાસે ઉભેલા એડવોકેટને મહિલાએ તું મારા વિશે ગામમાં શું ખોટી વાતો કરે છે કહી પીઠમાં નખ વડે વિખોડીયા ભરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર સત્યમપાન વાળી શેરીમાં અંજની એપાર્ટમેન્ટના ફ્લેટ નં.504માં રહેતા એડવોકેટ રજાકમીયા અબ્બાસમીયા બુખારી ગત તા.26 ફેબ્રુઆરીના રોજ મંગલભુવન ચોક નજીક મોબાઈલની દુકાન પાસે ઉભા હતા ત્યારે ઉમા વીલેજ સોસાયટી, મહેંન્દ્રનગર, મોરબી ખાતે રહેતા રેશ્માબેન ગીરીશભાઇ વીડજા નામના મહિલા રીક્ષામાં ધસી આવ્યા હતા અને રઝાકભાઈને કહેવા લાગ્યા હતા કે તું મારા વિશે ગામમાં શુ ખોટી વાતો કરશ ? તેમ કહી બોલાચાલી કરી ભુંડી ગાળો આપી, ઝપાઝપી કરી,પીઠમા હાથથી પંજો મારી નખ વડે ઇજા કરી જાપટો મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એડવોકેટ રજાકમીયા અબ્બાસમીયા બુખારીની ફરિયાદના આધારે આરોપી રેશ્માબેન ગીરીશભાઇ વીડજા વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504 અને 506 ( 2 ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text