ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન શિક્ષકોનો બે દિવસીય વર્કશોપ યોજાયો

- text


રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત મિતાણા તાલુકા શાળા ખાતે આયોજન 

ટંકારા : રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોનું ગણિત-વિજ્ઞાન ટીચર સર્કલ બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 1 અને 2 માર્ચના રોજ બીઆરસી ભવન ટંકારા દ્વારા મિતાણા તાલુકા શાળા ખાતે ગણિત-વિજ્ઞાનના શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું.

વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની સહભાગિતા દ્વારા શિક્ષકો માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. Hands on Activities દ્વારા બાળકોની ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યેની રુચિમાં અભિવૃદ્ધિ થાય તેમજ સરળતાથી ગણિત-વિજ્ઞાન વિષય કેવી રીતે શીખવી શકાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તેમજ સાહિત્ય નિર્માણ કરવામાં આવ્યું હતું. વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની તરફથી ગણિત-વિજ્ઞાન વિષયના રમકડાં બનાવવા માટે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ માટે સાહિત્ય આપવામાં આવ્યું હતું. VASCSC માંથી લતાબેન તોરવી, અપેક્ષાબેન પટેલ તેમજ તેમની ટીમ દ્વારા શિક્ષકોને પ્રેક્ટિકલ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વર્કશોપને સફળ બનાવ્યો હતો.

અંતમાં તમામ ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ તમામ શાળાઓને પ્રવૃત્તિઓ કરવા માટેનું સાહિત્ય આપવામાં આવ્યું હતું. આ તકે બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી., મિતાણા તાલુકા શાળાના આચાર્ય કિરણબેન અને ભાવેશભાઈ તેમજ મિતાણા સ્પેસ ક્લબના શિક્ષક કલ્પેશભાઈ પટેલ દ્વારા વર્કશોપના અસરકારક આયોજન માટે કામગીરી કરવામાં આવી હતી.

- text

- text