આમરણ નજીક ટેન્કર પુલ નીચે ખાબક્યું : 23 ટન ફર્નેશ ઓઇલ નદીમાં ઢોળાયું 

- text


મોરબી તાલુકા પોલીસ મથકમાં ટેન્કર માલિકે ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 

મોરબી : જામનગર – માળિયાને જોડતા રોડ ઉપર મોરબી તાલુકાના આમરણ નજીક રિલાયન્સમાંથી ફર્નેશ ઓઇલ ભરીને જઈ રહેલ ટેન્કરનું આગળનું ટાયર ફાટતા ટેન્કર પલ્ટી મારી પુલ નીચે ખાબક્યું હતું અને ટેન્કરનો બુકડો બોલી જવાની સાથે 23 ટનથી વધુ ફર્નેશ ઓઇલ નદીમાં ઢોળાઈ જતા ટેન્કર માલિકે ડ્રાઇવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.25 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે જામનગર – માળિયા હાઇવે ઉપર રિલાયન્સમાંથી ફર્નેશ ઓઇલ ભરીને જઈ રહેલ GJ-12-AW-6816 નંબરના ટેન્કરનું આગળનું ટાયર ફાટતા આમરણ નજીક પુલ ઉપરથી પલ્ટી મારી નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે ટેન્કર માલિક સુબોધભાઇ બનારસીભાઇ રાઉત, રહે. સિક્કા પાટીયા, મોતીનગર સોસાયટી, પ્લોટ નં.૧૦/બી મોટીખાવડી, જામનગર વાળાએ ટેન્કર ચાલક રામસીંગાર હવલદાર યાદવ રહે.ચકતાલી તા.કચ્છ ગાવ બજાર જી.જૈાનપુર, ઉત્તરપ્રદેશ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં 23 તનથી વધુ ઓઇલ ઢોળી નુકશાન કરવા સબબ તેમજ ટેન્કરને નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text