મોરબીમાં પ્રથમ વખત ધમાકેદાર હોલી પાર્ટી : સ્વિમિંગ પુલમાં લાઈવ ડીજે સંગાથે થશે શાનદાર જલસો

 

ક્રિસ્ટલ વોટર રિસોર્ટ ખાતે હાર્ટ થ્રોબ સાઉન્ડ સિસ્ટમના સથવારે ઓર્ગેનિક કલરથી જ રમાશે ધુળેટી : રેઇન ડાન્સ, ફોટો પોર્ટરેટ્સ સહિતના અનેક આકર્ષણો સાથે અનલિમિટેડ લંચ પણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પ્રથમ વખત ધમાકેદાર હોલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વિમિંગ પુલમાં લાઈવ ડીજે સંગાથે શાનદાર જલસો કરાવાશે. જેનું વહેલા તે પહેલાના ધોરણે પાસ વિતરણ પણ શરૂ થઈ ગયું છે.

મોરબીના વનાળીયા નજીક નવલખી રોડ ઉપર ક્રિસ્ટલ વોટર રિસોર્ટ આવેલ છે. જ્યાં 8મીએ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી હોલી પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં હાર્ટ થ્રોબ સાઉન્ડ સિસ્ટમના સંગાથે લાઈવ ડીજે હશે. પુલ પાર્ટી સાથે ફોટો પોર્ટરેટ્સ, ઓર્ગેનિક કલર, રેઇન ડાન્સ સહિતના અનેક આકર્ષણો આ પાર્ટીમાં હશે. આ ઉપરાંત પાર્ટીમાં અનલિમિટેડ લંચ પણ સામેલ રહેશે.

ધુળેટીએ જલસો કરીને તે દિવસને યાદગાર બનાવવા માટે પરિવાર કે મિત્રો સાથે આ પાર્ટીમાં જરૂર પધારો. હાલ આ પાર્ટી માટેના પાસનું વિતરણ શરૂ થઈ ગયું છે. વધુમાં પાર્ટીની સ્પોન્સરશિપ ( જાહેરાત) માટે ધંધાર્થીઓ તથા કંપનીઓ આવકાર્ય છે.

ક્રિસ્ટલ વોટર રિસોર્ટ
નવલખી રોડ, વનાળિયા, મોરબી
પાસ માટે મો.નં.9328327347