ટંકારાની સજનપર શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ

- text


શાળામાં વિદ્યાર્થીઓને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિની સમજ અપાઈ

મોરબી: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની સજનપર પ્રાથમિક શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકોને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિ તેમજ વિવિધ બાબતો વિશેની સમજ આપવામાં આવી હતી.

એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ આખા દેશમાં યોજાઇ રહ્યો છે. જેનો હેતુ બાળકોમાં દેશના જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક અને સામાજિક બાબતો જાણી શકે તેમજ સમજી શકે. તેમજ એકબીજા રાજ્યની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે તે હેતુ છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે.જે અંતર્ગત ટંકારા તાલુકાની સજનપર પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના બાળકોને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિ તેમજ વિવિધ બાબતો વિશે સમજ આપવામાં આવી હતી.

- text

- text