મોરબીમાં મધ્યાન ભોજન કેન્દ્રમાં પ્રેસર કુકર ફાટ્યું 

- text


પ્રેમજીનગરના મધ્યાહન ભોજન કેન્દ્રમાં બનેલ ઘટનામા સંચાલક ઇજાગ્રસ્ત

રસોઈ વખતે પ્રેશર કુકર અચાનક ફાટતા બ્લાસ્ટ થયો, સદભાગ્યે જાનહાની ટળી

મોરબી : મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રમાં પ્રેસર કુકર ફાટ્યું હતું.રસોઈ વખતે પ્રેશર કુકર અચાનક ફાટતા બ્લાસ્ટ થયો હતો.જેમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક ઇજાગ્રસ્ત થયા હતા.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરની પ્રાથમિક શાળામાં ચાલી રહેલા સરકારના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગત તા.27 ફ્રેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે શાળાના બાળકો માટે રસોઈ બનાવવામાં આવતી હતી. તે દરમિયાન જ પ્રેસર કુકર બ્લાસ્ટ સાથે ધડાકાભેર ફાટતા નાસભાગ મચી ગઇ હતી. આ પ્રેસર કુકર ફાટવાની ઘટનામાં સરકારના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અમીતાબેન બીપીનભાઈ મકવાણા દાઝી જતા તેઓ સારવાર અર્થે સ્થાનિક દવાખાને ખસેડાયા હતા. જો કે આ બલાસ્ટની ઘટનાથી મધ્યાહન ભોજનના પ્રેસર કુકર, ચુલો સહિતની તમામ સાધનો ભારે ક્ષતિગ્રસ્ત થયા હતા. આ બાબતે પ્રેમજીનગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે તાલુકા મામલતદારને જાણ કરી આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

- text