વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘનું પરિણામ જાહેર, ભાજપ-કોંગ્રેસ બન્નેના ખાતે 6-6 બેઠક

- text


 

કુલ 12 બેઠકોમાંથી અગાઉ 5 બેઠકો બિનહરીફ થયેલ, બે બેઠકો પર ટાઇ થતાં ચિઠ્ઠીથી વિજેતા ઉમેદવારો જાહેર કરાયાં

વાંકાનેર : વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 12 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે બાકી 6 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીમાં કુલ 12 બેઠકોમાંથી અગાઉ 5 બેઠકો બિનહરીફ થયેલ હતી. બાકીની સાત બેઠકો પૈકી લુણસર અને જાલસીકા બેઠકોમાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ સર્જાઈ હતી જેમાં બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ચીઠ્ઠીમાં વિજેતા થયા છે. જેમાં જાલસીકા બેઠકો પર ભાજપના ઉમેદવાર કુષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને લુણસર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશભાઇ છગનભાઇ વસીયાણી વિજેતા જાહેર થયા છે.

- text

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો

● વાંકીયા : ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ (ભાજપ)
● ઢુવા : બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (કોંગ્રેસ)
● માટેલ : કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ (ભાજપ)
● સિંધાવદર : ઈસ્માઈલભાઈ મામદ પરાસરા (ભાજપ)
● ગારીડા : બાદી અલીભાઇ આહમદ (કોંગ્રેસ)
● લુણસર : જયેશ છગનભાઇ વસીયાણી (ભાજપ)
● રસીકગઢ : માથકીયા માહમદ આહમદ (કોંગ્રેસ)
● કેરાળા : બાદી અબ્દુલરહીમ વલીમામદ (કોંગ્રેસ)
● કોઠારીયા : બાદી રહીમ જીવા (કોંગ્રેસ)
● પ્રતાપગઢ : જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ (કોંગ્રેસ)
● જાલસીકા : કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા (ભાજપ)
● મહિકા : પોલાભાઈ હિરાભાઈ પરમાર (ભાજપ)

- text