લંગરીયા ધારકો સાવધાન..! હળવદમાં વીજ ચોરોને રૂ.૧૫.૧૫ લાખનો દંડ

- text


 

૩૩ ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ : 61 કનેક્શનમાં ગેરરીતી સામે આવી

હળવદ : ખાસ કરીને ઉનાળામાં વીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોય છે. ત્યારે આજે પીજીવીસીએલ તંત્ર દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 61 જેટલા કનેક્શનમાં ગેરરીતી સામે આવતા 15.15 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આજે વહેલી સવારે પીજીવીસીએલ દ્વારા હળવદ તાલુકાના કવાડિયા, સુખપર,રણમલપુર,જુના વેગડવાવ, ઇસનપુર,માલણીયાદ સહિતના ગામોમાં ૩૩ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- text

વીજ ચેકિંગ ટીમ દ્વારા જુદા જુદા 600 થી પણ વધુ વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 61 કનેક્શનમાં ગેરરીતી સામે આવી છે સૌથી વધુ 60 રહેણાંક મકાનમાં ગેરરીતી સામે આવી હતી જ્યારે એક વાણિજ્યકમાં ગેરરીતી પકડી પડાઈ હતી જેથી પીજીવીસીએલ દ્વારા રૂપિયા 15.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરીમાં જામનગર, ભુજ,અંજાર વર્તુળ કચેરી સહિત મોરબીની તમામ કચેરીની ચેકિંગ ટુકડીઓ જોડાઈ હતી.

- text