મોરબીમાં ફ્લેટમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર સગીર ઝડપાયો

- text


 

 

એ ડિવિઝન પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો : રૂ. ૧.૭૦ લાખનો મુદ્દામાલ રિકવર

મોરબી : મોરબીના રવાપર ગામ પ્રાથમીક શાળા સામે ભુમી પેલેસ ફલેટમાથી થયેલ રૂ. ૧.૭૦ લાખના મુદ્દામાલની ચોરી કરનાર સગીર શખ્સને સીટી એ ડીવીજન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન ખાતે તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણી રહે.મોરબી રવાપર પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ સાતમા માળે બ્લોકનં.૭૦૩ વાળાએ ફરીયાદમાં જણાવેલ કે તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ સવારના તેઓ પરીવાર સાથે લગ્ન પ્રસંગમા ગયેલ હોય બપોરે બે વાગ્યાના સુમારે ઘરે આવતા અંદરથી લોક મારેલ હોય જેથી દરવાજો નહી ખુલતા પાછળથી જઇ જોતા તેમના રહેણાંક મકાનમા કબાટમાથી સોનાની માળા તેમજ સોનાની બંગડી રૂ.૧,૬૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

- text

સી.સી.ટી.વી આધારે તેમજ હયુમન સોર્સીસ મદદથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સ્ટાફને મોરબી એસ.પી. રોડ ઉપર ચોરી કરેલ ઇસમ હોવાની ચોકક્સ હકિકત મળતા મજકુર બાળકિશોર હકિકત વાળી જગ્યાએથી મળી આવતા તેની પાસેથી ચોરીમા ગયેલ સોનાની માળા તથા સોનાની બંગડી તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી આવેલ કુલ રૂ.૧,૭૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી કાયદેસર ની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૨૦૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૪ મુજબનો ગુન્હો ડીટેકટર અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કામગીરીમાં એચ.એ.જાડેજા- પોલીસ ઇન્સ્પેકટર, કે.એચ.ભોચીયા- પો.સબ.ઇન્સ, રાજદીપસિંહ પ્રતાપસિંહ -એ.એસ.આઇ, કિશોરભાઇ મેણંદભાઇ -પો.હેડકોન્સ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પો.હેડકોન્સ, અરજણભાઇ મેહુરભાઇ પો.કોન્સ, તેજાભાઇ આણંદભાઈ પો.કોન્સ, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ પો.કોન્સ,ચકુભાઇ દેવશીભાઇ -પો.કોન્સ, હિતેષભાઇ વશરામભાઇ -પો.કોન્સ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ- પો.કોન્સ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ -પો.કોન્સ રોકાયેલ હતા.

 

- text