ચાલુ શાળાએ હાર્ટએટેક આવતા શિક્ષકનું મૃત્યુ

- text


માળીયા તાલુકાના મહેન્ડ્રગઢ ગામનો બનાવ

મોરબી : માળીયા તાલુકાના મહેન્ડ્રગઢ શાળામાં ફરજ બજાવતા શિક્ષકને શાળામાં ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા ગઈકાલે શાળામાં બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલના સારવારમાં ખસેડતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text