હળવદ જીઆઇડીસી પાસે આખલો હડકાયો થયો

- text


હડકાયા અખલાએ લોકોની પાછળ દોટ મુકતા ભારે દોડધામ મચી ગઇ, મહામહેનતે ખુટિયાને દોરડા વડે બાંધી દેવાયો

હળવદ : હળવદ જીઆઇડીસી પાસે આજે આખલાને અચાનક હડકવા ઉપડતા ભારે અફડા તફડી મચી ગઇ હતી.આ હડકાયો આખલો લોકો પાછળ દોડી કૂદાકૂદ કરતા ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, મહામહેનતે સેવાભાવી લોકોએ ખુટિયાને દોરડા વડે ઝાડ સાથે બાંધી દેતા લોકોને રાહત મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આજે રખડતો ભટકતો ખુટિયો આજે અચાનક ભૂરાયો થઈને જે લોકો દેખાય એની પાછળ મારવા માટે રીતસર દોટ મૂકીને આમ તેમ કૂદાકૂદ કરી મુકતા ભારે નાસભાગ મચી ગઇ હતી. જાણકાર લોકોના માટે આખલાને હડકવા ઉપડ્યો હોવાથી સંતુલન ગુમાવતા ઝનૂનથી લોકોને મારવા માટે દોડાદોડ કરતા બાજુની કેનાલ પાસે આવેલી વાડીએ સવારે ખેતી કામ માટે નીકળેલા લોકો જીવ બચાવવા ભારે દોડધામ કરી હતી.

- text

દરમિયાન એક બાઈક પાછળ પણ ખુટિયો પડતા બાઈક ચાલક માંડ માંડ બચ્યો હતો.જો કે આ અંગે સરકારી દવાખાના પશુ ડોકટરને જાણ કરતા તેઓએ આ ખુટિયાની કોઈ દવા થાય એમ ન હોવાનું કહેતા અંતે માલધારી સમાજના યુવાનોએ ભારે મહેનત કરીને ખુટિયાને દોરડા વડે જીઆઇડીસી પાછળ લીમડાના ઝાડ સાથે બાંધી દેતા લોકોએ રાહત અનુભવી હતી.

- text