મોરબી પાલિકાને સુપરસિડ કરવા મામલે પ્રમુખને સરકારની કારણદર્શક નોટિસ

- text


 

 

પાલિકાને શુ કામ સુપરસિડ ન કરવી તે અંગે 25મી સુધી જવાબ આપવાનો આદેશ : તાકીદે સાધારણસભા બોલાવાય તેવી શક્યતા

મોરબી : મોરબી પાલિકાને સુપરસિડ કરવા મામલે સરકારે પ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારી છે. જેમાં પાલિકાને શુ કામ સુપરસિડ ન કરવી તે અંગે 25મી સુધી જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને પગલે તાકીદે સાધારણસભા બોલાવાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થવા મામલે હાલમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશન સંદર્ભે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ પ્રાદેશીક કમિશનર કચેરી દ્વારા રાજ્ય સરકારમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા દરખાસ્ત પણ કરવામાં આવી હતી.

- text

ત્યારબાદ આજે સરકારે નગરપાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા મામલે નોટિસ ફટકારી છે. સાધારણ સભામાં આ અંગે ચર્ચા કરી બાદમાં તા.25મી સુધીમાં જવાબ રજૂ કરવાનું પણ જણાવાયું છે. જેથી હવે પાલિકા તાકીદે સાધારણ સભા બોલાવે તેવી શક્યતા છે. બીજી તરફ આ અંગે પાલિકા પ્રમુખે કહ્યું કે તેઓ હાલ બહાર છે. તેઓને નોટિસ અંગે જાણવા તો મળ્યું છે. પણ નોટિસ હાથમાં આવી નથી.

- text