વાંકાનેરમા જુગાર રમતા નવ ખેલંદા ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા પંચાસરરોડ ઉપર ધર્મનગરમાં પેપીના કારખાના પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 29,400 કબ્જે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસરરોડ ઉપર ધર્મનગરમાં પેપીના કારખાના પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા સીટી પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી મથુરભાઈ વિરજીભાઈ મેટાળીયા,
સંજયભાઈ ગોરધનભાઈ મેટાળીયા, સંજયભાઇ કાળુભાઇ જીડીયા, વલ્લભભાઈ માનસીંગભાઈ મેટાળીયા, પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા, રાહુલભાઈ પ્રેમજીભાઈ માલકીયા, પ્રતાપભાઈ નાગરભાઈ ભુસડીયા, આદમભાઈ ઉસ્માનભાઈ કટીયા અને અબ્દુલભાઈ અમીભાઈ માલકીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 29,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text