મેઘપરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વ્યસન મુક્તિ અર્થે નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


 

માળીયા (મી.) :આજે તારીખ 29 ડિસેમ્બર ને ગુરુવારના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય-મેઘપર ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો સેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા તંબાકુ નિયંત્રણ તથા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિબંધ સ્પર્ધામાં શાળાના કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વ્યસન મુક્તિ વિશે નિબંધ તૈયાર કર્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગોસાઇ જેન્સી, બીજા ક્રમે કાંબરિયા ભાવિશા અને ત્રીજા ક્રમે ભીલ કેવલ રહ્યા હતા. વિજેતાને આરોગ્ય વિભાગ દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.

- text

- text