રેસીપી અપડેટ : બનાવો સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવું આમળાનું અથાણું

- text


મોરબી : શિયાળાની ઋતુમાં બજારમાં ભરપૂર આમળા મળતાં હોય છે. આમળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે. તો આજે અમે તમને જણાવીશું આમળામાં બનતાં અથાણા વિશે. તો આવો જાણીએ આમળાના અથાણાની રેસિપી.

આમળાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રીઃ આમળા10-12, રાઈ 2 ચમચી, મેથી દાણા 1 ચમચી, કાચી વરિયાળી 1 ચમચી, તેલ ½ ચમચી, રાઈ 1/2 ચમચી, હિંગ1/4 ચમચી, લાલ મરચાનો પાઉડર 2 ચમચી, હળદર 1/2 ચમચી, સ્વાદ મુજબ મીઠું

આમળાનું અથાણું બનાવવાની રીતઃ

આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખીને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો.

દસ મિનિટમાં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી ત્યારબાદ બીજા વાસણમાં કાઢીને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બાફી રાખેલ આમળાની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો. આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળાનું અથાણું.

- text

- text