હળવદ: નવા દેવળિયા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો

- text


હળવદ: તાલુકાના નવા દેવળિયા ગામે આવેલી પ્રાથમિક શાળાના 102 મા સ્થાપના દિવસ ઉજવણી તારીખ 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે નવા દેવળિયા પ્રાથમિક શાળાની સ્થાપના તારીખ 18-12-1921ના રોજ થઈ હતી. ત્યારે ગઈકાલે 18 ડિસેમ્બરે શાળાના 102 મા સ્થાપના દિવસે શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધો. 1 થી 8ના કુલ 224 વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ગામના વડીલો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના સ્થાપના દિને ગામના વડીલ બચુબાપા, દેવરાજ સાહેબ અને ડો. તળશીભાઈના હસ્તે કેક કાપી શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામ લોકો અને શાળાના આચાર્ય આર.કે પટેલ સહિતના સ્ટાફે પૂરતો સહકાર આપ્યો હતો.

- text

- text