ખૂનના ગુન્હામા રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર કેદી હળવદથી ઝડપાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.એ આજે બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં ખૂનના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ રજા પરથી છેલ્લા ૧ માસથી ફરાર થયેલ હોય જે આરોપીને ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. ના હત્યા કેસનો પાકા કામનો આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ ઉ.વ.૫૦ રહે.સુસવાવ તા.હળવદ વાળો તા.૧૭/૧૦/૨૦૨૨ થી તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ હોય જે પાકા કામના આરોપીને તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને હકીકત આધારે સુસવાવ તા.હળવદ જી.મોરબી ખાતેથી મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.

- text

 

- text