મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં મોરબીના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


 

મોરબીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી: તારીખ 10 ડિસેમ્બર અને 11 ડિસેમ્બરના રોજ વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં મોરબીની અમૃતિયા માનસીએ ચિત્રકલા વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો છે. વક્તૃત્વ સ્પર્ધા વિભાગમાં રાહુલ ઝીંઝુવાડીયા પ્રથમ નંબર, નિબંધ સ્પર્ધા-અ વિભાગમાં તન્વી અઘારાએ પ્રથમ નંબર, નિબંધ સ્પર્ધા-બ વિભાગમાં ચેલ્સી રાજપરાએ બીજો નંબર, લોકવાદ્ય સ્પર્ધા-બ વિભાગમાં ધ્રુવ બરાસરાએ પ્રથમ નંબર, કાવ્યલેખન સ્પર્ધા-બ વિભાગમાં જાગૃતિ તન્નાએ ત્રીજો નંબર, ગઝલ શાયરી-બ વિભાગમાં સાનિયા અહમદે બીજો નંબર, તબલા સ્પર્ધામાં હાર્દિક મચ્છીયાએ બીજો નંબર, હાર્મોનિયમ સ્પર્ધામાં અનિલ પરમારે બીજો નંબર, લોક કૃત્ય સ્પર્ધામાં શ્રીમતી એલ.કે. સંઘવી સ્કૂલે ત્રીજો નંબર, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સત્યરાજસિંહ જાડેજાએ પ્રથમ નંબર અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) સિતાર વિભાગમાં ગૌતમ મોરીએ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

 

- text