કાનાભાઈને ઐતિહાસિક લીડ મળવા અંગે મોરબીના અગ્રણીઓનું શું કેહવુ છે ? વાંચો..

- text


5 હજારની લીડથી વિજય મનાતો હોય ત્યાં 62 હજારની લીડે સૌને ચોંકાવી દીધા

મોરબી : મોરબી બેઠક ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાની 62 હજારની જંગી લીડથી વિજય થયો છે તે ખૂબ જ ચોંકાવનારો અને ઘણાં માટે તો આઘાતજનક છે. છેલ્લી ઘડીએ ટીકીટ મળવી, પુલ દુર્ઘટનાનો આક્રોશ તેમજ સૌથી વધુ અંદરખાને જ કાંતિલાલને હરાવવાના લાખ પ્રયાસ થયા અને ચૂંટણીના પરિણામો પહેલા પરિસ્થિતિ એ હદે આવી ગઈ કે કાંતિલાલની કદાચ વધુમાં વધુ 5 હજારની લીડથી જીત મનાતી હોય અને બુકી બજારમાં પણ એમના નામ ઉપર 5 હજારથી વધુ મતે દાવ લગાવવા તૈયાર ન હોય ત્યારે 62 હજાર જેવી ઐતિહાસિક લીડ મળે તે સોના માટે ચોંકાવનારી બાબત છે. ખુદ કાંતિલાલને પણ આટલી મોટી લીડની કલ્પના પણ નહીં હોય. આવી લીડ ભલભલા રાજકીય ખેરખાઓ ગોથું ખાઈ ગયા છે. ત્યારે વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ આ લીડને કઈ રીતે મૂલ્યાંકન કરે તે તેમના શબ્દોમાં જ જાણીએ..

કાંતિભાઈ વ્યક્તિગત બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા એ લીડનું મોટું કારણ

કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ કહ્યું હતું કે, કાંતિભાઈને આટલી મોટી લીડ મળી એમાં એની પોતાની વ્યક્તિગત બ્રાન્ડ જ જવાબદાર છે. વર્ષોથી લોકોની વચ્ચે રહી નાનામાં નાનો માણસ પણ એમને ઓળખે અને કામ કરવાની ધગશને કારણે લોકોએ એમને જંગી બહુમતીથી ચૂંટી કાઢ્યા છે. બાકી કોંગ્રેસ મોટી નિષ્ક્રિયતા અને લોકોનો વિશ્વાસ કોંગ્રેસ ગુમાવી ચુકી છે. બીજું આમ આદમી પાર્ટીએ પણ વધુ અસર કરી છે.જ્યારે આટલી મોટી લીડ કાંતિભાઈની લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે. જીતમાં જેટલો ભાજપનો ફાળો એટલો જ કાંતિભાઈનો પણ ફાળો છે.

રૂપિયો આવશે અને રૂપિયો વાપરિશ એવી ભષ્ટાચાર સામે લડવાની વાતને લોકોએ વધાવી

જાગૃત નાગરિક સતીષ કાનાબારે કહ્યું હતું કે, કાનાભાઈની લોકપ્રિયતા તો છે જ પણ એમને ચૂંટણી સભામાં જે ઉપરથી ગ્રાન્ટમાં રૂપિયો આવશે અને રૂપિયો વાપરિશ એમ ભ્રષ્ટાચાર સામે લડવાની જે વાત કરી હતી અને ટકાવારી વાળા બંધ થઈ જશો. જે ભષ્ટ સિસ્ટમ સામે તેમની લડવાની વાત ઉપર પ્રજાએ ભરોસો મુક્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં મોરબીની જે સુવિધા મળવી જોઈએ એ મળી જ નથી. વર્ષોથી વિકાસ ઝાંખતા મોરબીવાસીઓએ વિકાસની અપેક્ષાએ મત આપતા તેમને આટલી લીડ મળી છે.

- text

જંગી લીડ પાછળ કાનાભાઈની લોકચાહના અને કાર્યકરોની મહેનત કામ કરી ગયા

બાર એસો.ના પ્રમુખ અને જાણીતા એડવોકેટ જીતુભા જાડેજાએ કહ્યું હતું કે, કાંતિભાઈની લોકપ્રિયતા ઉપરાંત કાર્યકરોની મહેનત પણ કામ કરી ગયા છે. 25 વર્ષથી જાહેર જીવનમાં રહેલા કાંતિભાઈની આભા જ આ લીડ પાછળ મોટો જાદુ કરી ગઈ છે. ઉપરાંત કાર્યકરોની ઘરેઘરે જઈને કરેલી મહેનત તેમજ તેમની કામગીરી અને લોકચાહનાને કારણે ધાર્યા કરતાં વધુ સફળતા મળી છે. ઉપરાંત છેલ્લે નદીમાં પડીને લોકોને બચાવવાની કામગીરી પણ ક્યાંક અસર કરી ગઈ છે.

આટલી બધી લીડની કોઈને અપેક્ષા ન હતી

મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ખરેખર કાંતિભાઈને મળેલી લીડ અકલ્પનીય છે. આટલી બધી લીડની કદાચ કોઈને અપેક્ષા નહિ હોય. આટલી બધી લીડ મળવા પાછળ કાંતિભાઈની નાના માણસો વચ્ચે રહીને લોકોના કામ કરવાની સારી છબી જવાબદાર મનાય છે. ગયા વખતે પાંચ વર્ષ ધારાસભ્ય ન હતા છતાં લોકો વચ્ચે રહ્યા નાના મોટા તમામ માણસોના કામો કર્યા તેમજ દરેક પ્રશ્ને લોકોની વચ્ચે રહ્યા એ જ એમની લીડનું મોટું કારણ છે.

ભાજપ તરફી જુવાળ પણ કામ કરી ગયો

જાણીતા સમાજ ચિતક અને ડૉ, સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબી સહિત ગુજરાત ભરમાં અકપલ્પનિય પરિણામ આવ્યા છે. મોરબીમાં તો કાંતિભાઈ જીત પાકી એવું કહેવાતું હતું અને પણ મોટી લીડથી વિજયી થયા એમાં એમની આભા અને ભાજપ તરફી જુવાળ પણ કામ કરી ગયો હોવાનું મનાય છે. રાજકોટની જેમ મોરબીમાં પણ ભાજપ તરફી વાવાઝોડું આવ્યું એમાં કદાચ કાંતિભાઈને એનો લાભ મળ્યો છે. પક્ષ અને પ્રતિનિધિની ઉજળી છબી કામ કરી ગયા છે. કોંગ્રેસમાં મોદી જેવા લીડરનો અભાવ છે એટલે હારનું એ મુખ્ય કારણ છે.

- text