પ્રધાન બનવાના ઉજળા સંજોગો ! કાંતિલાલ મંત્રી પદની રેસમાં

- text


જંગી લીડ સાથે કાંતિલાલ વિજેતા બન્યા બાદ યોજાયેલ જાહેરસભામાં પણ હવે તો લાલ લાઈટ જોઈએ તેવો સુર ઉઠ્યો

મોરબી : મોરબી – માળીયા બેઠક ઉપર અગાઉ પાંચ-પાંચ વખત લગલગાટ જીત બાદ પાર્ટી આદેશ શિરોમાન્ય ગણી ધારાસભા નહીં લડેલા કાનભાઈને ફરી એક વખત ટોચની નેતાગીરીએ ચૂંટણી મેદાનમાં ઉતારતા કાનાલાલે 62 હજાર મતની જંગી લીડ સાથે ઐતિહાસિક વિજય મેળવતા જ કાનભાઈને પ્રધાનપદ મળવાના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે, નોંધનીય છે કે ગઈકાલે વિજય જાહેરસભામાં પણ જનતામાંથી હવે તો લાલ લાઈટ જોઈએનો સુર ઉઠ્યો હતો.

મોરબી – માળીયા વિધાનસભા બેઠકનો પર્યાય બની ગયેલા મોરબીના કાંતિલાલ અમૃતીયાએ અગાઉ પાંચ-પાંચ વખત જીત હાંસલ કર્યા બાદ વર્ષ 2017માં પરાજિત થયા હતા અને બાદમાં બ્રિજેશભાઈ મેરજા ભાજપમાં આવતા 2020માં યોજાયેલ ચૂંટણીમાં પાર્ટી આદેશને શિરોમાન્ય ગણી બ્રિજેશભાઈની જીત માટે કાનાભાઇ કામે વળગી ગયા હતા. જો કે ઝૂલતા પુલ દુર્ઘટના બાદ કઠિન લાગતી મોરબી – માળીયા બેઠક જીતવા ભાજપની ટોચની નેતાગીરીએ કાંતિલાલ અમૃતીયાને મેદાનમાં ઉતારતા જ ગબ્બર ઇઝ બેકની જેમ કાનાભાઈ ફરી કામે લાગી ગયા હતા ને પોતાની લોકચાહના કેવી છે, તે ગઈકાલના પરિણામો બાદ વિરોધીઓને બતાવી દીધું છે.

- text

બીજી તરફ વિપરીત સંજોગોમાં પણ કાનાભાઇએ ચૂંટણી મેદાનમાં ઉતરી મોરબી ઉપરાંત વાંકાનેર બેઠક જીતવા માટે પણ મહેનત કરતા ભાજપ સંગઠન દ્વારા સવિશેષ નોંધ લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આગામી તારીખ 12ના રોજ યોજાનાર શપથવિધિ સમારોહમાં કાનાભાઇને મંત્રીપદ મળવાના ઉજળા સંજોગો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગઈકાલે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મળેલી જાહેરસભામાં પણ પ્રજાજનોએ હવે તો કાનાભાઇને લાલ લાઈટ જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

- text