એ ભટકાણી… ઇકો વેગનઆરના ઠાઠામા ઘુસી જતા મહિલા ઇજાગ્રસ્ત

- text


રાજકોટ – મોરબી હાઇવે ઉપર હોટલ ધરતીધન પાસે બનેલ બનાવ

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર હોટલ ધરતીધન પાસે પુરપાટ વેગે દોડતી ઇકો કાર રસ્તાની સાઈડમાં પડેલ વેગનઆરના ઠાઠામા ઘુસી જતા રાજકોટની મહિલાનો હાથ ભાંગી ગયો હતો.

અકસ્માતના આ બનાવ અંગે રાજકોટ પોપટપરા વિસ્તારમાં રહેતા સોનલબેન જગદીશભાઈ ઝાલાવડીયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ તેઓ ઇકો ગાડી નંબર જીજે – 03 – એફકે – 3208માં બેસીને જતા હતા ત્યારે ઇકો ચાલક હિતેશ જેન્તીભાઈ અણેવાડીયાએ બેફીકરાઇથી પુરપાટ વેગે ઇકો ચલાવી હોટલ ધરતીધન પાસે સાઈડમાં પડેલી વેગનઆરના ઠાઠામા ભટકાડતા તેમને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text