ઝૂલતા પૂલ દુર્ઘટના લઇને આખા દેશની સંવેદના મોરબી સાથે છે : યોગી અદિત્યનાથ

- text


 

હળવદના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી અદિત્યનાથે જાહેર સભા ગજાવી

કોંગ્રેસ દેશની ધરોહર સાચવી શકી ન હોય કોંગ્રેસને મત શુ કામ આપવાનું કહી ગુજરાત સહિત દેશના વિકાસ માટે ભાજપમાં વિશ્વાસ મુકવાનું આહવાન કર્યું

હળવદ : હળવદના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી અદિત્યનાથે જાહેર સભા ગજાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના 45 વર્ષના શાસન સામે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ 20 વર્ષમાં પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે. વિકાસ નહિ પણ તૃષ્ટિકરણ અને ભષ્ટાચાર કરનાર કોંગ્રેસને શુ કામ મત આપવો તેવો સવાલ ઉઠાવી ગુજરાત સહિત દેશના વિકાસ માટે ભાજપમાં વિશ્વાસ મુકવાનું આહવાન કર્યું હતું. સાથેસાથે હળવદમાં ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાની વિજયી બનાવવાની લોકોને અપીલ કરી હતી.

હળવદમાં જાહેર સભાને સંબોધન કરતા યોગી અદિત્યનાથએ જણાવ્યું કે યુપી અને ગુજરાત વચ્ચે બહુ મોટી સમાનતા છે. યુપીમાં રામ-કૃષ્ણ સહિતના દેવોના પવિત્ર ધામ અને ગુજરાતમાં કૃષ્ણની ભૂમિ દ્રારકા હોવાથી આ બન્ને રાજયોમાં ધર્મ અને આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો બહુ મોટો પ્રભાવ છે. તેમજ જે બ્રિટને ૧૫૦ વર્ષ શાશન કર્યું તે બ્રિટનને પછાડીને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ૨૦ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. તેમને પ્રથમ મોરબીની જનતાને રામ રામ કહી મોરબીમાં એક દુઃખદ ધટના બની હતી જેને લઇને આખા દેશની સવેદના મોરબી સાથે હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોરબીનો ઇતિહાસ છે. ગમે તેવા સંજોગોમાં ચુનોતી સાથે લડીને આગળ આવીને વૈશ્વિક સ્તરે છવાઈ જવાનું મોરબી એક આગવું ખમીર ધરાવે છે.

મોરબીએ હોનારત, ભૂકંપ, વાવાઝોડું, અનેક ચુનોતીનો સામનો કરી આગળ વધ્યું હોવાનું કહી મોરબીની આ પુલ દુર્ઘટના પછી સમગ્ર મોરબી એકસાથે ખડેપડે રહીને ભારે માનવીય સંવેદના બતાવી તે ખરેખર બિરદાવા લાયક છે. તેમને વધુમાં કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે, દેશના ઇતિહાસમાં કોંગ્રેસના શાસનમાં કોમવાદ, હિંસા, રમખાણ અને આતંકવાદ અને મોટા ભ્રષ્ટાચાર થયો છે. પણ ભાજપની 20 વર્ધન શાસનમાં ગુજરાત વિકાસનું મોડલ તરીકે સમગ્ર દેશમાં ઉભરી આવ્યું છે. જો કોંગ્રેસ હોત તો કાશ્મીરમાં 307 કલમ હટી હોત, છેલ્લા વીસ વર્ષમાં આતંકવાદ તેમજ કોમી દંગા થયા જ નથી. એના બદલે છેવડાના માનવી સુધી નર્મદાના નીર સહિતની તમામ સુવિધાઓ મળી છે. એ નતેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારની દેશ હિતની નીતિઓને કારણે ગુજરાત સહિત દેશ આજે વિકાસના પંથે છે. જો કોંગ્રેસની સરકાર હોત તો ગુજરાત વિકાસનું મોડલ બન્યું ન હોત માટે કોંગ્રેસને શુ કામ મત આપવો, તેમ કહી ભાજપ સરકારને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાની લોકોને અપીલ કરી હતી.

- text

વધુમાં વીસ વર્ષ પહેલા ગુજરાતમાં આતંક વાદ ચરમ સીમાએ હતો. ગુજરાતમાં મોદીની સરકાર આવવતા આતંકવાદ ખતમ થયો અને ગુજરાત વિકાસ મોડેલ તરીકે ઉભરી આવ્યું અને આતંકવાદ મુક્ત ભારત, અલ્ગાવાદ મુક્ત ભારત આજે છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ નું કાર્ય યુદ્ધ ના ધોરણે ચાલુ છે. ભાજપ દરેક મુશ્કેલીમાં જનતા સાથે છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કોંગ્રેસ ના કરી શકત અને કોંગ્રેસ આસ્થાનું સનમાન ના કરી શકે તો કોંગ્રેસ ને મત શા માટે આપવો તેમ કહી ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાને મત આપવા અપીલ કરી હતી.

- text