પંજાબના ઊર્જા મંત્રી હરભજનસિંઘ ઇટિયોનો મોરબીમાં ડોર ટુ ડોર પ્રચાર

- text


 

મોરબી : વિધાનસભા જંગમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મુખ્ય ત્રણ પક્ષોએ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પંજાબના ઊર્જા મંત્રી હરભજનસિંઘ ઇટિયોએ મોરબીમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ ૬૫-મોરબી માળીયા સીટ પર શિક્ષિત અને યુવાન એવા પંકજ રાણસરિયાને ટીકીટ આપેલ છે. જેમને વિજય અપાવવા આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યું છે ત્યારે પંજાબ સરકારના ઊર્જા મંત્રી હરભજનસિંઘ ઇટિયોએ મોરબી પધારી લોકોના ઘરે ઘરે જઈ પરિવર્તન માટે લોકોને સમજાવીને મતની અપીલ કરી હતી.

- text

- text